સાઉથ આફ્રિકા એ સામેની સીરીઝ માટે ઓફ સ્પિનર જલજ સક્સેનાનો ઇન્ડિયા એ ટીમમાં સમાવેશ…

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સાઉથ આફ્રિકા સામે રમાવનારી બિનસત્તાવાર ટેસ્ટ મેચ માટે કૃષ્ણપ્પા ગૌતમની જગ્યાએ જલજ સક્સેનાને ઇન્ડિયા એ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કર્ણાટક ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ અત્યારે બીમાર છે અને તે બીસીસીઆઈની મેડીકલ ટીમની દેખરેખમાં છે. આ મેચ માટે સ્ટાર બેટ્સમેન શુભમન ગીલને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. શુભમન ગીલ પ્રતિભાશાળી ખેલાડી છે પરંતુ તે અત્યાર સુધી ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી. હવે જ્યારે તે અનઓફીશીયલ ટેસ્ટ મેચ રમશે, તો તેમનું ધ્યાન સારા પ્રદર્શન દ્વ્રારા પસંદગીકર્તાઓને આકર્ષિત કરવાનું રહેશે.

સાઉથ આફ્રિકી ટીમની ટીમની આગેવાની એડન માર્કરામને છોપવામાં આવી છે. આ ટીમમાં કેટલાક ખેલાડી એવા છે, જેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે. પેસર લુંગી એનગીડી સીનીયર ટેસ્ટ ટીમના સભ્ય છે અને તે આ મેચથી અનુભવ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે.

ઇન્ડિયા ટીમ : શુભમન ગીલ (કેપ્ટન), રિતુરાજ ગાયકવાડ, અનમોલપ્રીત સિંહ, રિકી ભુઈ, અંકિત બવાને, કેએસ ભરત, જલજ સક્સેના, શાહબાઝ નદીમ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, તુષાર દેશપાંડે, શિવમ દુબે અને વિજય શંકર.

સાઉથ આફ્રિકા ટીમ : એડેન માર્કરામ (કેપ્ટન), થેઉનીસ દે બ્રુન, જાબાયાર હામ્જા, લુંગી એનગીડી, જોર્જ લિન્ડે, પીટર માલન, એડી મુર, સેનુરાન મુથુસ્વામી, માર્કો જેનસન, ડેન પીટ, વિયાન મુલ્ડર, હેનરિક ક્લાસેન, લુથો સિપામ્લા, ખાયા જોન્ડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *